Posts

Showing posts from August 2, 2020

આપણાં બાળકોને બાળવાર્તાઓ સંભળાવીને ચાલો આપણે ભવિષ્યનું નિર્માણ કરીએ.

આ દુનિયામાં એવું એક પણ બાળક નથી કે જેને વાર્તા સાંભળવી ન ગમતી હોય. પછી એ બાળક ગરીબ અવસ્થામાં ઉછરતું હોય કે અમીર અવસ્થામાં. દર બીજી કલાકે રંગ-રૂપ બદલતી આ દુનિયામાં આજે કોઈને પણ એ જોવાનો સમય નથી કે, ''આપણાં વર્તમાનકાળમાં આપણું ભવિષ્ય એટલે કે, આપણાં બાળકો કેવી દશામાં અને કઈ દિશામાં ઊછરી રહ્યાં છે.?'' આજે, આપણી પાસે આપણા બાળકોને આપવા માટે બધું જ છે. આપણે બાળકોને સુવિધાઓ આપી, આપણે બાળકોને તંદુરસ્ત ખોરાક અને કપડાં-લત્તા આપ્યાં, આપણે બાળકોને પોલિયો અને ઓરી-રૂબેલા જેવાં રોગોમાંથી મુક્ત કર્યાં, આપણે બાળકોને મોંઘીદાટ નિશાળોમાં દફતરો અને આપણી આશા-અરમાનોના સપનાઓ ઉપાડનારાં માસૂમ મજૂરો પણ બનાવ્યાં. પણ, આપણે બાળકોનું બાળપણ ન કેળવી શક્યાં; આપણામાંથી ઘણાં બધાં વાલીઓ અને શિક્ષકો પણ બાળકોનું બાળપણ સાચવી શકવામાં ઊણાં ઊતર્યા એ નગ્ન સત્ય છે અને તેનો સ્વીકાર સમાજે અને આપણે સહુએ કરવો જ રહ્યો. આપણે બાળકોને દરરોજ એક વાર્તા સંભળાવવાનું ચૂકી ગયાં છીએ કે આજે પણ ચૂકી રહ્યાં છીએ. અને, આ સાવ નાની લાગતી આપણી આ ચૂકથી સમાજની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય ઉપર કેવી અસરો થઈ રહી છે તેની કેટલીક વાતો મારે આપ સહુને ક